રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં આનંદેશ્વર મહાદેવ નજીક કિશોરી પર દુષ્કર્મ અને હત્યાની ધમકી મામલે ગુનો નોંધાયો

પાટણમાં આનંદેશ્વર મહાદેવ નજીક કિશોરી પર દુષ્કર્મ અને હત્યાની ધમકી મામલે ગુનો નોંધાયો

શહેરના આનંદેશ્વર મહાદેવ નજીક ઝાડીઓમાં બળજબરી કરી, એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કિર્તન રાજપુત નામના શખ્સ સામે પોક્સો-એટ્રોસિટીની ફરિયાદ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોધાવા પામી છે. આરોપી કિર્તન રાજપુતે કિશોરી સાથે અગાઉથી પરિચય કેળવ્યો હતો. બનાવ સમયે ૧૭ વર્ષ,૧૦ મહિના અને ૩ દિવસની વય ધરાવતી સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં તેણે સબંધ રાખ્યા હતા. 

જાન્યુઆરી 2026 માં પાટણના આનંદેશ્વર મહાદેવ તરફ આવેલી ઝાડીઓમાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, આરોપીએ સગીરાને જાતિ વિષયક અપમાનિત કરી તેના ભાઈ તથા પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર