રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજી મહામેળો: વર્ષો જૂની પરંપરા મુજબ લાલ ડંડા સાથે પદયાત્રીઓનું આગમન

અંબાજી મહામેળો: વર્ષો જૂની પરંપરા મુજબ લાલ ડંડા સાથે પદયાત્રીઓનું આગમન

દાંતા-રતનપુર ખાતે અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન પદયાત્રિકોની સેવા માટે કાર્યરત જય જલિયાણ સેવા કેમ્પ ખાતે ઐતિહાસિક પરંપરા ધરાવતા લાલ ડંડા વાળા સંઘનું આગમન થયું હતું. સંઘના પદયાત્રીઓનું જય જલિયાણ સેવા કેમ્પના આયોજક ડૉ. હિતેશભાઈ ઠક્કર દ્વારા ભાવભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ વિસ્તારોમાંથી અનેક પદયાત્રા સંઘો માતાજીના દર્શનાર્થે આવે છે. તેમાં લાલ ડંડા વાળો સંઘ સૌથી પ્રાચીન અને ઐતિહાસિક પરંપરા ધરાવતા સંઘોમાંનો એક માનવામાં આવે છે. આ પરંપરા આશરે 180થી 190 વર્ષ કે તેથી વધુ જૂની હોવાનું સ્થાનિક પરંપરાગત વર્ણનોમાં જણાવાય છે. અમદાવાદના નગરશેઠ હઠીસિંહ અથવા સિહોરીના રાજવી ભીમસિંહના સમયકાળ સાથે પણ આ પરંપરાને જોડવામાં આવે છે.

41.jpg 167.03 KB
પરંપરા મુજબ સંઘના પદયાત્રીઓ વિશિષ્ટ વસ્ત્રો ધારણ કરે છે. સામાન્ય રીતે લાલ ધોતી અને સફેદ ઝભ્ભો પહેરીને પદયાત્રા કરવામાં આવે છે. પદયાત્રીઓ હાથમાં લાલ રંગના દંડા તથા તેના પર લાલ ધજા ધારણ કરીને અંબાજી તરફ પ્રયાણ કરે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી શરૂ થતી આ પદયાત્રા અંબાજી ખાતે પૂર્ણ થાય છે. સંઘ દ્વારા માતાજીના નિજ મંદિરે પરંપરા મુજબ 52 ગજની ધજા સહિત વિવિધ ધજાઓ અર્પણ કરવામાં આવે છે.

જય જલિયાણ સેવા કેમ્પ ખાતે સંઘના આગમન પ્રસંગે પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, વર્ષો જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલા આવા પદયાત્રા સંઘો અંબાજી મહામેળાની આગવી ઓળખ છે. પદયાત્રીઓની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે અને જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા માઈભક્તોની સેવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લાલ ડંડા વાળા સંઘના આગમનથી જય જલિયાણ સેવા કેમ્પ ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને પરંપરા, શ્રદ્ધા તથા સેવાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ambaji#Banaskantha

સંબંધિત સમાચાર