રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ19 સપ્ટેમ્બર, 2026| Super Admin

શંખેશ્વર પંથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રૂ.૧,૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે દબોચ્યા

શંખેશ્વર પંથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રૂ.૧,૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે દબોચ્યા

શંખેશ્વર પંથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રૂ.૧,૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલકત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના અનુસંધાને પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શંખેશ્વર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બે ઇસમ સમી-શંખેશ્વર હાઇવે ઉપર રૂની ગામના બસ સ્ટેંડ પાસે ઉભેલ છે અને તેઓની પાસે ચોરીના સોના-ચાંદીના દાગીના હોઇ જે મુદામાલ વેચવા સારૂ જઈ રહેલ છે જે આધારે હકીકતવાળી જગ્યાએ પહોંચી ઇસમોની તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી આવેલ. જે મુદામાલ બાબતે વધુ પુછ પરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોઇ અને ગલ્લાતલ્લા કરતા હોઇ જેઓને વિશ્વાસમા લઈ યુક્તિ-પ્રયુક્તીથી પૂછ્તા પોતે સદર મુદામાલ બજાણીયા બચુભાઇ પચાણભાઇ રહે રણોદ તા-શંખેશ્વર વાળાના ઘરેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા બંને ઇસમોને મુદ્દામાલ સાથે અટક કરી આગળની વધુ તપાસ શંખેશ્વર પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં સુનિલભાઇ રાજુભાઇ જાતે.બજાણીયા રહે.રણોદ તા.શંખેશ્વર જી. પાટણ અને અજયભાઇ ઝેણાભાઇ જાતે.બજાણીયા રહે.રણોદ તા.શંખેશ્વર જી. પાટણ વાળા હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર