રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 જુલાઈ, 2025| Super Admin

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ૪૯૦ વિદ્યા સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ૪૯૦ વિદ્યા સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા
રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે :- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા વિદ્યા સહાયક ભરતી ૨૦૨૫ અંતર્ગત આયોજિત નિયુક્તિ પત્ર વિતરણ સમારોહ કાણોદર પ્રાથમિક શાળા પાલનપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધોરણ ૧ થી ૫ માટે પસંદ થયેલા કુલ ૪૯૦ વિદ્યા સહાયક શિક્ષક મિત્રોને નિયુક્તિ પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નિમણૂક પામેલા શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકોનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે. આજે છેવાડાના ગામડાના બાળકો સરકારી સેવાઓ સહિત અનેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે, જેનો શ્રેય શિક્ષકોને જાય છે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે જ્યારે આપ સૌને શિક્ષક તરીકેની જવાબદારી મળી રહી છે ત્યારે મને ભરોસો છે કે આપ સૌ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી બનાસકાંઠા જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે મહત્વનું યોગદાન આપશો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલે જણાવ્યું કે, આજે શિક્ષકોને નિયુક્તિ પત્ર આપતા બનાસકાંઠાના સરહદી તાલુકા વાવ, સુઈગામ, થરાદ, ધાનેરા, ભાભર અને દિયોદર તાલુકાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે. આગામી સમયમાં ધોરણ ૬ થી ૮માં પણ શિક્ષકોની નિમણૂક કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર