રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં ૫૦ લાખની ખંડણી માટે બે વેપારીનું અપહરણ; ૬ બોગસ પોલીસ અને લેભાગુ પત્રકાર સામે ગુનો

ડીસામાં ૫૦ લાખની ખંડણી માટે બે વેપારીનું અપહરણ; ૬ બોગસ પોલીસ અને લેભાગુ પત્રકાર સામે ગુનો

બનાસકાંઠાના વેપારી મથક ડીસા જી.આઈ.ડી.સી. (GIDC) માંથી ગઈકાલે બે જાણીતા વેપારીઓનું બોગસ પોલીસ બની આવેલા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ડીસાના સ્થાનિક લેભાગુ પત્રકારની સંડોવણી પણ બહાર આવી છે. બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ૭ લોકો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.​ મળતી માહિતી મુજબ, ડીસા GIDC માંથી પરેશ મોદી અને જીગ્નેશ મોદી નામના બે વેપારીઓનું બે ગાડીઓમાં આવેલા અજાણ્યા ૬ શખ્સોએ અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને મોબાઈલ ફોનમાં પોલીસનું આઈ-કાર્ડ બતાવી બંને વેપારીઓને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધા હતા.

​ત્યારબાદ અપહરણકર્તાઓ બંને વેપારીઓને ગાંધીનગર તરફ લઈ ગયા હતા. અને મુક્તિના બદલામાં ₹૫૦ લાખની તોતિંગ ખંડણીની માંગણી કરી હતી. જોકે, બાદમાં અપહરણકર્તાઓ બંને વેપારીઓને અડાલજ ચોકડી નજીક ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન આ સમગ્ર ષડયંત્રમાં ડીસાના જગતસિંહ સોલંકી નામના એક લેભાગુ પત્રકારની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. અપહરણનો ભોગ બનેલા વેપારીએ આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પત્રકાર જગતસિંહ સોલંકી સહિત કુલ ૭ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર