રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભાભર-ખડોસણ રેલવે ક્રોસિંગ અંડરબ્રીજમાંથી પાણી ઉલેચવામાં આવતા પ્રોટેક્શન દિવાલમાં વધુ તિરાડો દેખાઈ

ભાભર-ખડોસણ રેલવે ક્રોસિંગ અંડરબ્રીજમાંથી પાણી ઉલેચવામાં આવતા પ્રોટેક્શન દિવાલમાં વધુ તિરાડો દેખાઈ
પ્રોટેક્શન દિવાલ નવી નહીં બને તો આંદોલન કરવાની લોકોની ચિમકી ભાભર તાલુકાના ખડોસણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રેલવે મંત્રી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓને ખડોસણ અંડરગ્રાઉન્ડ બ્રીજની પ્રોટેક્શન દિવાલના કામમાં થયેલી ગેરરીતિની ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. રેલ્વે તંત્રના જવાબદારો કોન્ટ્રાકટરની ગેરરીતીઓને દબાવવા માટે મેદાને પડયા છે અને તુટી ગયેલી દિવાલોનું પુરજોશમાં રીપેરીંગ કામ ચાલુ કરી ગેરરીતી સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે પરંતુ ખડોસણ ગામના લોકોની માંગ છે કે, બન્ને સાઈડની દિવાલો એટલી હદે તુટી છે કે રીપેરીંગ કામ ઘણું ટકશે નહીં અને આવતા ચોમાસામાં ફરી પ્રોટેક્શન દિવાલો તુટી જશે અને બ્રીજ પાણીથી ભરાઈ જાય તેવી શક્યતા રહેલી છે એટલે આખી પ્રોટેક્શન દિવાલો નવીન બનાવાય તેવી માંગ છે અને રીપેરીંગ કામ કરી પુરું કરવામાં આવશે તો આંદોલન કરી કામ બંધ કરાવવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે.    

સંબંધિત સમાચાર