વરસાદી માહોલ વચ્ચે મહેસાણા અમદાવાદ હાઇવે પર ચિક્કાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહયા છે. ત્યારે છત્રાલથી કદી જવાના માર્ગે કલાકો સુધી ટ્રાફિક ચક્કાજામ થઈ જતા અને વાહન ચાલકો અટવાયા હતા.
ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો થઈ જવાના કારણે હાઇવે પર અનેક જગ્યાએ જળ જમાવ જોવા મળી રહ્યો છે, તેવામાં અડાલજ ચોકડીથી લઈને છેક છત્રાલ હાઇવે સુધી અસંખ્ય વાહનોની લાંબી લાંબી કતારો જામી જતા કલાકો સુધી વાહન ચાલકો વરસતા વરસાદમાં ફસાયેલા રહ્યા હતા.

