પાટણ શહેરમાં વરલી મટકાના જુગારધામ પર LCB પોલીસે દરોડો પાડ્યો છે. કેનાલ રોડ પર આવેલા કેશવ ફ્લેટ માંથી મુખ્ય આરોપી ધવલ રમેશભાઈ ઠક્કર ઝડપાયો છે. આ કાર્યવાહીમાં કુલ 10 શખ્સોની સંડોવણી સામે આવી છે, જેમાં 9 વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે કુલ 49,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પાટણ LCB પોલીસને બાતમી મળી હતી કે ધવલ રમેશભાઈ ઠક્કર પોતાના રહેણાંક મકાન એ-203, કેશવ ફ્લેટમાં ટેલિફોન દ્વારા આંક ફરકના વરલી મટકાનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે સર્ચ વોરંટ મેળવી બે પંચોની હાજરીમાં મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ધવલ રમેશભાઈ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અંગઝડતી અને મકાનમાંથી રૂ. 13,870 રોકડા,રૂ.36,000 ની કિંમતના બે મોબાઈલ ફોન, જુગારના હિસાબ લખેલી ડાયરી, બોલપેન અને લાઈટ બિલ મળી કુલ 49,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે ડાયરીમાં લખેલા હિસાબો દ્વારા અન્ય 9 શખ્સોની સંડોવણી પણ શોધી કાઢી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે જીગરભાઈ ચમનભાઈ ઠક્કર ડેર, પ્રહલાદ કાકા અમદાવાદ, ધવલભાઈ ઠક્કર ડીસા. નાસીરભાઈ, સદામભાઈ, ચિરાગ ચંદુભાઈ ઠક્કર પાટણ, અંકિત ઉર્ફે રવીભાઈ ઠક્કર ડીસા, અને મહાદેવભાઈ અમદાવાદ નામના ગ્રાહકો પાસેથી વોટ્સએપ અને ફોન દ્વારા સોદા લેતો હતો.આ તમામ હિસાબ તે વસ્ત્રાલ, અમદાવાદમાં રહેતા તેના બનેવી હરેશ ભાઈ નવીનભાઈ ઠક્કરને મોકલી આપતો હતો, જે ગ્રાહકો સાથે પૈસાની લેવડ-દેવડ કરતા હતા. આ કામ માટે ધવલને માસિક 25,000 પગાર આપવામાં આવતો હતો. પોલીસે આ મામલે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સુરાજીને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં વરલી મટકાના જુગારધામ પર LCBનો દરોડો : રૂ.49,870 નો મુદ્દામાલ જપ્ત

સંબંધિત સમાચાર
પાટણપાટણના વોર્ડ નં-4 માં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: 'કામ નહીં તો વોટ નહીં' ના લાગ્યા નારા
3 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીમાં દીક્ષાંત ઉત્સવ : રાજ્યપાલના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણના સંગ્રામમાં ભાજપના 'કેસરીયા' સજ્જ : ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર
3 દિવસ પહેલા
પાટણપાટણના પાલડી નજીક ગમખ્વાર અકસ્માત: ટર્બો ટ્રકની ટક્કરે બાઈક સવાર આશાસ્પદ યુવકનું કરૂણ મોત
4 દિવસ પહેલા
