હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો.ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી છે, જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ્તારનો રહેવાસી છે. તે પશુ લે-વેચનો ધંધો કરે છે. તેની સામે ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનાઓ નોંધાયેલા હતા. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, PSI એ.પી. માળી અને સ્ટાફ વોચમાં હતા. હ્યુમન અને ટેકનિકલ સોર્સિસ દ્વારા વિપુલસિંહ અને રાકેશસિંહને માહિતી મળી હતી કે આરોપી જયપુરમાં પશુ લે-વેચનો ધંધો કરે છે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આરોપીનો સંપર્ક કર્યો હતો. પોલીસે ધંધાકીય વાતચીત કરીને આરોપીને પશુ લે-વેચ માટે અમદાવાદ બોલાવ્યો હતો. લોકેશન ટ્રેક કરીને તેને હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ ખાતેથી ડિટેઈન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ગાંભોઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના કેસમાં ફરાર આરોપી 11 વર્ષે ઝડપાયો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાની વડાલી પોલીસે દેશી બંદૂક સાથે બે આરોપીઓને ઝડપ્યા
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગર ગામની મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
