દારૂ પીવાની ના પાડતા હોટલમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હોવાની રાવ: 2 લોકો ઘાયલ
સરહદી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બની માથું ઉંચકી રહ્યા હોવાની રાવ ઉઠી છે. ત્યારે પોલીસને પડકાર ફેંકતા એક બનાવમાં જગાણા પાસે અસામાજિક તત્વોએ દારૂ પીવાની ના પાડનાર હોટલમાં તોડફોડ કરી રૂ.17,000ની લૂંટ ચલાવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
પાલનપુરમાં જગાણા નજીક એક હોટેલમાં બેસીને દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલના પાર્લરમાં તોડફોડ કરીને રૂ. 17 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ હુમલા માં હોટેલના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હુમલામાં બે કર્મચારી ઓને ઈજા; હોટેલમાં દારુ પીવાની ના પાડતાં લુખ્ખા તત્વોએ હોટેલ બાનમાં લીધી હતી. તેમણે હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યાર બાદ હોટેલ ના માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.