રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા28 ફેબ્રુઆરી, 2026| Super Admin

મહેસાણાના શોભાસણ ગામે યુવતીને ભગાડી જવાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ

મહેસાણાના શોભાસણ ગામે યુવતીને ભગાડી જવાની અદાવતમાં યુવકની હત્યા કરાઈ
મહેસાણા શહેરના શોભાસણ રોડ પર જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવતીને ભગાડી જવા જેવી બાબતનું મનદુઃખ રાખીને કેટલાક શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. રિમાન્ડ દરમિયાન કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને મહેસાણાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને હુમલામાં વપરાયેલા હથિયારો તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.      
ટેગ્સ:#mehsana#Shobhasan

સંબંધિત સમાચાર