મહેસાણા પાસે આવેલા મગુના ગામે મામાના ઘરે રહી મહેસાણા ખાતે નોકરી કરતા યુવકનું ગઈ રાત્રે સરકારી બસે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના ગત રાત્રે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા જી.આઈ.ડી.સી ગેટ નજીક બનવા પામી હતી. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈ મૃતક યુવકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સરકારી બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
યુવક મામાના ઘરે રહી પ્રાઇવેટ નોકરી કરતો
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં આવેલ કુકવાસ જાબુડાપાટીસ ગામનો યુવરાજસિંહની સોલંકી નામનો યુવક છેલ્લા બે વર્ષથી મહેસાણા પાસે આવેલા મગુના ગામે પોતાના મામાના ઘરે રહી પ્રાઇવેટ નોકરી કરતો હતો.
બસે એક્ટિવાને ટક્કર મારતાં યુવકનું મોત
આ યુવક ગત રાત્રે પોતાના મામાનું GJ02EJ8589 નંબરનું એક્ટિવા લઈ મહેસાણા ખાતે રાત્રે આઠ વાગે નોકરી પર આવી રહ્યો હતો એ દરમિયાન ડેડીયાસણ જી.આઈ.ડી.સી પાસે GJ18ZT1276 નંબરની સરકારી બસે યુવકના એક્ટિવાને ટક્કર મારી હતી.

