પાટણમાં નશા મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાના ઉદ્દેશ્ય સાથે બુધવારે પાટણ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નશા વિરોધી પ્રવૃત્તિઓ, પુનર્વસન કેન્દ્રોની કામગીરી, કાઉન્સેલિંગ સેવાઓ, તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટેના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ નશા સંબંધિત ફરિયાદો માટેના હેલ્પલાઈન નંબર અને તેની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં કલેકટરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરી “નશા મુક્ત ભારત” અભિયાનને જનઆંદોલન બનાવવાની સૂચના આપી છેલ્લા 10 વર્ષથી નરેશભાઈ પટેલ દ્વારા વ્યસનમુક્તિ માટે નિષ્ઠા અને સેવાભાવનાથી નિ:શુલ્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોય કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી,મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારીસહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલેકટરના અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય સંકલન બેઠક યોજાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
