પાટણ જિલ્લાના સાંતલપુર મામલતદારે ધમકી-બ્લેકમેઈલિંગથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

મામલતદારને પાલનપુરમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
પાટણ જિલ્લાના સાંતલપુર મામલતદાર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ તુજાજી પંડ્યાએ પોતાને 6 લોકોની ગેંગ માનસિક ત્રાસ આપતા હોવાનો વીડિયો અને સુસાઈડ નોટ લખી ગત રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ પોતાના ગામ થરાદના વજગેઢમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેઓ ને તાત્કાલિક પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને હાલમાં તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.તો આ મામલે થરાદ પોલીસને બનાવની જાણ થતાં થરાદ મામલતદાર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મામલતદાર પંડ્યા એ દવા ગટગાવતા પહેલા લખેલી સુુસાઈડ નોટમાં પોતાના ભાણેજ સહિત છ લોકોના નામનો ઉલ્લે કર્યો છે તેમજ વીડિયો માં પણ આ 6 લોકોની ગેંગ માનસિક ત્રાસ આપતી હોય અને ફોટા બતાવી 20 લાખની માગણી કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.સુસાઇડ નોટમાં ઉલ્લેખ મુજબ, જેના નામનો ઉલ્લેખ કરાયો છે તે કિશન બેચરભાઈ પંડ્યા તુલસી અનિલ, અનિલ પ્રજાપતિ, માનસિંગ ગોવાભાઈ દરજી,એની દીકરી સોનલ અને આશારામભાઈ મહારાજ નામ લેખિતમાં લખેલા છે, આ બધાએ કાવતરું કરી ત્રાસ આપ્યો છે. હું માનસિક રીતે હવે કંટાળેલો હોઈ હવે મારી કોઈ જીવવાની આશા ન હોઈ આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા તેમને સુસાઈડ નોટમાં જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
