ચાણસ્માના દાંતકરોડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ

રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૯૮ લાખની ચોરીની ફરિયાદ નોંધાવી
ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ સહિત દર દાગીના મળી કુલ રૂ. ૧.૯૮ લાખની મતાની તસ્કરી થઈ હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ મુળ ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામના વતની અને હાલ પાટણ ખાતે રહેતા સુમિતસિંહ રાજપૂત તેમના પત્ની સાથે પાટણથી લગ્ન પ્રસંગે જવા માટે દર દાગીના અને રોકડ રકમ લઈને પોતાના વતન દાંતકરોડી ગામે આવ્યા હતા. અને લગ્ન પ્રસંગો પુરા કરી રોકડ રકમ તથા દાગીના ઘરમાં મુકી મહેસાણા અને ત્યારબાદ પાટણ થી દાંતકરોડી આવ્યા હતા. તે દરમિયાન પોતાના મકાનનો મુખ્ય દરવાજાનો હેન્ડલ તુટેલો જોવા મળતા અને પાછળનો દરવાજો ખુલ્લો હોવાનુ જણાઈ આવતા ધરમાં તપાસ કરતાં અંદરની તિજોરી ખુલ્લી અને સરસામાન વેરવિખેર પડેલો હોય તપાસ કરતા તસ્કરો ઘરમાંથી રૂ. ૨૩ હજાર રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ૧.૯૮ લાખની ચોરી થયાનું જણાતા આ બાબતે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
2 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
2 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
2 દિવસ પહેલા
