બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં રેતીના ખનન મફિયાઓના વધતા દાદાગીરીભર્યા પ્રભાવે હાલમાં રેતી ભરવા વપરાતા રેતીના ડમ્પરો બેફામ ગતિએ માર્ગો પર દોડતા જોવા મળી રહ્યા છે. સીપુ નદીમાંથી રેતી ભરેલાં અસંખ્ય ડમ્પરો ગ્રામ્ય વિસ્તારોમાંથી બેફામ વેગે પસાર થતાં હોય છે, જેના કારણે શાળાએ જતા નિર્દોષ બાળકો અને રોજિંદા અવરજવર કરતા રહેવાસીઓ ગંભીર અકસ્માતના ભય હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિક રમેશ રાજગોર એ જણાવ્યું કે દાંતીવાડા–પાંથાવાડા પંથકમાં અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ ચૂકેલી છે, જેમાં બેફામ ચાલતા ડમ્પરો મુખ્ય કારણ ગણાયા છે. છતાં પણ હાલ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન જોવા મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતાં આ ડમ્પરો પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે સ્થાનિકોએ તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે બેફામ વાહન ચાલક પર અંકુશ ન મૂકવામાં આવે તો મોટા દુર્ઘટનાઓ બનવાની પૂરી શક્યતા છે. તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવે અને ડમ્પર ચાલકોના અનિયંત્રિત વેગ પર નાગરિકોને રાહત મળે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે.
દાંતીવાડા પંથકમાં બેફામ ચાલતા રેતીના ડમ્પરો, સ્થાનિકોને અકસ્માતનો ભય

સંબંધિત સમાચાર
બનાસકાંઠાભાભરમાં ચૂંટણી બહિષ્કાર : નેતાઓ માટે નો-એન્ટ્રી! ગંદા પાણીના પ્રશ્ને રહીશોનો મિજાજ ફાટ્યો
15 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં પોલીસને મોટી સફળતા : ચોરીની શંકાસ્પદ ઈકો ગાડી સાથે એક ઈસમ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાચૂંટણી પહેલાં પોલીસ એક્શન મોડમાં : પાલનપુર એરોમાં સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ
1 દિવસ પહેલા
બનાસકાંઠાગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા
1 દિવસ પહેલા
