પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી તેમજ જુગારના ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગ તથા પાટણ બી- ડિવિઝન પીઆઈ પી.ડી સોલંકી નાઓની જુગાર તેમજ ક્રીકેટ સટ્ટના ગુના શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે હીરેનકુમાર રમેશભાઇ પ્રજાપતી રહે.પાટણ મ.નં ૩૫ ટી.બી.ત્રણ રસ્તા ભવાની ધામ કેનાલ રોડ પાટણ વાળો રાજધાની પાર્લર ખાતે આઈ.પી.એલ મેચ ગુજરાત ટાઇટન્સ તથા મુબઇ ઇન્ડીયન્સ વચ્ચે રમાઇ રહેલ મેચમા વેબસાઈટ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોવાની હકીકત આધારે ટીમે તેને ઝડપી તેના પાસેથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આઈ.પી.એલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઇસમને પાટણ બી- ડીવીઝન પોલીસે પકડ્યો

ટેગ્સ:#legal action#Crime Investigation#Law Enforcement#illegal gambling#Patan Police Action#IPL Betting Case#Cricket Match Betting#Gujarat Titans Vs Mumbai Indians#Surveillance Operation#Unclaimed Property Crimes
સંબંધિત સમાચાર
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
17 કલાક પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
17 કલાક પહેલા
પાટણપાટણ : "પહેલા રોડ-રસ્તા બનાવો પછી જ મત આપશું", ચિત્રકૂટ સોસાયટીનો મક્કમ નિર્ધાર
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
3 દિવસ પહેલા
