ટ્રાફિક અને મહેસૂલી નુકસાન મુદ્દે કોર્પોરેટરે ચીફ ઓફિસરને રજૂઆત કરી..પાટણ શહેરમાં ઉતરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકાની માલિકીની જમીન પર મંજૂરી વગર ઉભા કરાયેલા હંગામી મંડપોના નાણાં વસૂલ કરવા માટે વિપક્ષ દ્રારા રજૂઆત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયા દ્વારા ચીફ ઓફિસરને આ અંગે પત્ર પાઠવવામાં આવ્યો છે.જેમા તેઓએ જણાવ્યું છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરીના વેપાર માટે પાલિકાની પૂર્વ મંજૂરી વગર અને કોઈપણ પ્રકારની ફી ભર્યા વિના હંગામી મંડપો ઉભા કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર મંડપોને કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પરવાનગી વિના ઉભા થયેલા આ મંડપોને કારણે નગરપાલિકાને મળતી મહેસૂલી આવકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. પાલિકાના સત્તાધીશો દ્વારા નિયમ મુજબના નાણાં ભરાવવા માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેઓ દ્રારા કરવામાં આવી છે.આ સાથે જ તકેદારી રાખવા પણ તેઓએ દ્રારા સૂચન કરવામાં આવ્યું છે કે નગરપાલિકાના કોઈ કર્મચારી કે અધિકારી આ મંડપ ધારકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલ ન કરે. પાલિકાની મહેસૂલી આવક મજબૂત કરવા અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ બાબતે થયેલી કાર્યવાહીની તેઓને લેખિતમાં જાણ કરવા પણ તેઓએ જણાવ્યું છે.
પાટણ શહેરમાં ઉતરાયણના પર્વને લઈને પાલિકાની મંજૂરી વિનાના મંડપો દુર કરવા વિપક્ષની માંગ

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
10 કલાક પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
1 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
1 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
1 દિવસ પહેલા
