ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫; બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે

ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ માટે કુલ ૬૧૪ ગ્રામ પંચાયત માટે તારીખ ૨૨ જૂન ૨૦૨૫ રવિવારના રોજ સવારના ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ ૬૧૪ ગ્રામ પંચાયત પૈકી ૩૮૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય-વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા ૨૨૯ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૧૮૨ મતદાન મથકો પર ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે. જેમાં ૫૩,૭,૪૮૮ પુરુષ મતદારો તથા ૫૦,૬,૫૮૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની ૬૧૪ ગ્રામ પંચાયતો પૈકી ૪૦૫ સરપંચની બેઠકો તથા ૩૫૭૦ વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં ૨૨૬૩ મતપેટીની સંખ્યા તથા ૧૧૫ ચૂંટણી અધિકારી અને ૧૧૫ મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે ૬,૮૧૧ પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.
જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૬૬ ગ્રામ પંચાયતમાં કુલ ૪૧ સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતમાં ૧૩ સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ૧૬-ડીસા ગ્રામ પંચાયત ખાતે ૪૫૦૦ જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે.
* ચૂંટણીની જાહેરાતની તારીખ:- ૨૮/૦૫/૨૦૨૫
* જાહેરનામાં પ્રસિદ્ધની તારીખ:- ૦૨/૦૬/૨૦૨૫
* ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: - ૦૯/૦૬/૨૦૨૫
* ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ:- ૧૦/૦૬/૨૦૨૫
* ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: - ૧૧/૦૬/૨૦૨૫
* મતદાનની તારીખ:- ૨૨/૦૬/૨૦૨૫, રવિવાર
* મત ગણતરીની તારીખ: - ૨૫/૦૬/૨૦૨૫
* ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: - ૨૭/૦૬/૨૦૨૫
ટેગ્સ:#Banaskantha District#Tharad Taluka#Amirgarh Taluka#Sarpanch Elections#Election Commission Announcement#Voting Dates#Nomination Process#Gram Panchayat Elections 2025#Polling Stations#Voter Participation#Ward Member Elections#Male and Female Voters#Election Schedule#Ballot Boxes#Polling Staff#Election Process Completion
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
