રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વાવના હરિયાસર માતાજી મંદિર માર્ગ: વર્ષથી તૂટેલું નાળું ન રિપેર થતાં ભક્તોમાં રોષ

વાવના હરિયાસર માતાજી મંદિર માર્ગ: વર્ષથી તૂટેલું નાળું ન રિપેર થતાં ભક્તોમાં રોષ

ભાજપ અગ્રણી દ્વારા રાજ્ય મંત્રીને રજુઆત

વાવ  શહેરના વાવ- ઢીમા રોડ પર હરિયાસર  માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.દર પૂનમે અહીંયા ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળે છે. આ મંદિરના મુખ્ય માર્ગ પર આવેલું મુખ્ય નાળું 2025 ના વરસાદમાં તૂટી ગયું હતું.જેને લઈ મંદિરમાં જવા માટે શ્રધ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જો કે નાળાની બને બાજુએ મોટા ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે.ટૂંક સમયમાં ચોમાસુ શરૂ થનારું છે.વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં નાળાના રિપેરીગની કામગીરી થતી નથી. જો ચોમાસામાં વરસાદનું પાણી નાળાની બને સાઈડોમાં ભરાઈ ગયું અને કોઈ દર્શનાથી પાણીમાં ગરકાવ થઈ ગયો તો જવાબદારી તંત્રની રહેશે ? તેવો રોષ લોકોએ ઠાલવ્યો હતો.

હાલમાં મંદિરમાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોઈ વાવ શહેરના જાગૃત નાગરિક તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી રાણાજી રામજીભાઈ વેઝિયાએ ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર ને  એક પત્ર લખી ચોમાસુ શરૂ થાય તે પૂર્વ નાળું રીપેર કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે એક વર્ષ થી તૂટેલું નાળું રીપેર થાય છે કે પછી પરિસ્થિતિ યથાવત રહેશે ? જે સવાલ લોકો અને શ્રધ્ધાળુઓમાં ચર્ચાસ્પદ બની ચુક્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર