રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત5 મે, 2025| Super Admin

તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે કમોસમી માવઠું થતા ખેડૂતોનો પાક પલળ્યો લાખોનું નુકસાન

તીવ્ર ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે કમોસમી માવઠું થતા ખેડૂતોનો પાક પલળ્યો લાખોનું નુકસાન
ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે એ આગામી પાંચ દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં વધુ વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદથી ગરમીમાં થોડી રાહત મળી હતી. પરંતુ ઉભા પાક અને ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન થયું છે, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાક ભીંજાઈ જવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ખુલ્લામાં રાખેલા પાક ભીના થઈ ગયા. ઘઉં, મકાઈ અને સોયાબીનના પાક ભીંજાઈ જવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી કરવામાં આવી હોવા છતાં, પગલાંના અભાવે નુકસાન થયું છે. જ્યારે વરસાદ પડ્યો, ત્યારે ખેડૂતોએ પાકને તાડપત્રીથી ઢાંકીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો. હવામાન વિભાગે જણાવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા અને સુરત જિલ્લામાં 7 મેના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને પવનની ગતિ 50-55 કિમી પ્રતિ કલાકની રહેશે.

સંબંધિત સમાચાર