રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આબુરોડના શાંતિવનમાં દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત સન્માન સમારોહ યોજાયો

આબુરોડના શાંતિવનમાં દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત સન્માન સમારોહ યોજાયો

આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ સંસ્થાનના મુખ્યાલય શાંતિવનના ડાયમંડ હોલમાં દસ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કર્ણાટક ઝોનમાં ઉત્કૃષ્ટ સેવા કરનાર બ્રહ્માકુમાર ભાઈ-બહેનોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના અહિલ્યાનગર સ્થિત શ્રીગંગાગિરી મહારાજ સંસ્થાનના મઠાધિપતિ મહંત રામગિરી મહારાજ, મુંબઈના મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ સરસ્વતી મહારાજ અને પુણેના સાધ્વી આચાર્ય જોલીનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ ગિરી મહારાજે જણાવ્યું હતું કે, દુનિયામાં અનેક મિશન છે, પરંતુ બ્રહ્માકુમારીઝ એવું સંગઠન છે જ્યાં સૌને પ્રેમ અને સેવા મળે છે. જે નિરાશ થયેલા જીવનમાં આશાનો સંચાર કરે અને આંસુને મોતીમાં બદલી દે તે સાચા અર્થમાં સદ્ગુરુ છે. તમામ બીમારીઓની એક જ દવા મેડિટેશન છે. માનસિક તણાવ દૂર કરવા માટે રાજયોગ અને ધ્યાન જરૂરી છે. આજના સમયમાં સાધન સંપન્ન બનવાની સાથે સાધના સંપન્ન બનવું પણ એટલું જ જરૂરી છે. તેમણે પ્રેમ વધારવા અને દ્વેષનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો હતો.

મહંત રામગિરી મહારાજે બ્રહ્માકુમારીઝ દ્વારા તન અને મનની શુદ્ધિ માટે કરવામાં આવતી સેવાઓને સરાહનીય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વ્યસન જીવનને બરબાદ કરી નર્ક સમાન બનાવી દે છે, તેથી દરેક વ્યક્તિએ વ્યસનોથી દૂર રહેવું જોઈએ. જ્યારે સાધ્વી આચાર્ય જોલીએ જણાવ્યું હતું કે, શાંતિવનમાં તેમને પવિત્રતા, પ્રેમ અને શાંતિની વિશેષ અનુભૂતિ થઈ છે. નારી શક્તિ સાથે આધ્યાત્મિક શક્તિ જોડાય તો સમાજ અને સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવી શકાય છે.

સમારોહ દરમિયાન મેડિકલ વિંગના સચિવ અને નશામુક્તિ મહાઅભિયાનના સંયોજક ડૉ. બનારસી લાલ તથા રાજયોગિની બીકે ઉષા દીદીના હસ્તે કર્ણાટક ઝોનના બેલગામ, હુબલી, ગુલબર્ગા, મૈસૂર અને બેંગલુરુના વિવિધ સબઝોનનાં નિર્દેશકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્દોર ઝોનના ધાર્મિક પ્રભાગના સંયોજક બીકે નારાયણ ભાઈ, રાજિમ-નવાપારા સેવાકેન્દ્રનાં ઇન્ચાર્જ બીકે પુષ્પા દીદી, અહમદનગરના ડૉ. દીપક હરકે સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર