રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અધૂરી કેનાલ, અધૂરા વચનો ! વાસરડામાં 22 ગામોના ખેડૂતોનું સરકાર સામે આંદોલનનું રણશિંગુ

અધૂરી કેનાલ, અધૂરા વચનો ! વાસરડામાં 22 ગામોના ખેડૂતોનું સરકાર સામે આંદોલનનું રણશિંગુ

2022થી શરૂ થયેલું કામ 2026 સુધી પૂર્ણ ન થતા સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતોએ 'પાણી નહીં તો વોટ નહીં' કહી ચૂંટણી બહિષ્કારની કડક ચીમકી આપી 

ત્રણ-ત્રણ વર્ષથી કેનાલનું કામ અધુરું રહેતા ખેડૂતો અકળાયા:સરકારે નવીન કેનાલ બનાવવા માટે આપી છે મંજૂરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાળે ખેડૂતો આવ્યા મેદાને આવ્યા છે. વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકત્રિત થઈ વિરોધ કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 2022 થી શરુ થયેલું કામ અત્યાર સુધી પુરું થયું નથી. કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે. 22 ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે કામ પૂર્ણ નહી થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ કરાયો નથી. જેથી હજારો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.વાવ-થરાદ જીલ્લાના જિલ્લાના વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ વખતે મુદ્દો પક્ષોનો નહીં પણ પ્રજાની પાયાની જરૂરિયાત એટલે કે સિંચાઈના પાણીનો છે. વાવ તાલુકાના વાસરડા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અધૂરા પડેલા દેવપુરાથી સુઈગામ તરફની અધૂરા કેનાલના કામને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ વર્ષોથી કામ અધૂરું

ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 2022 માં આ વિસ્તારમાં ખેતી માટે નવી કેનાલ બનાવવાની મંજૂરી ( આપવામાં આવી હતી. આ નવી કેનાલ  આસપાસના અંદાજે 22 ગામોને જોડતી એક મહત્વકાંક્ષી યોજના હતી. જોકે, આજે વર્ષ 2026 આવી ગયું હોવા છતાં આ કામ હજુ પણ અધ્ધરતાલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને કારણે કામની ગતિ અત્યંત ધીમી છે, જેને પરિણામે હજારો ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

22 ગામોના ખેડૂતો મેદાને

વાસરડા ગામ ખાતે એકત્રિત થયેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો  કરી છે, પરંતુ વહીવટી તંત્ર કે લોકપ્રતિનિધિઓ કોઈ પણ સાંભળવા તૈયાર નથી." 22 ગામોના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ચોમાસું અને રવિ પાક સમયે પાણીની અછત સર્જાતા ખેડૂતોનું દેવું સતત વધી રહ્યું છે.

ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ ખેડૂતોએ હવે 'લડી લેવાના મૂડ'માં હોવાનો સંકેત આપ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી (Warning) આપી છે કે જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે અને ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા નહીં થાય, તો આ 22 ગામોના હજારો મતદારો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. તંત્ર દ્વારા હવે આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોના આક્રોશને કેવી રીતે શાંત પાડવામાં આવે છે, તે જોવું રહ્યું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર