રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2026| Super Admin

કાંકરેજના આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરી: ચાંદીના મુગટ અને છત્ર ચોરાયા

કાંકરેજના આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરી: ચાંદીના મુગટ અને છત્ર ચોરાયા

પવિત્ર શ્રાવણ માસમાં મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની વસ્તુઓની ચોરીથી ગ્રામજનોની આસ્થાને ઠેસ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ચકચાર સાથે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનને અર્પણ કરાયેલા ચાંદીના બે મુગટ અને એક ચાંદીનું છત્ર ગાયબ થતાં લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, તા.18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોષીએ વહેલી સવારે નિયમિત આરતી-પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ બપોરે ઘરે ગયા હતા. સાંજે ફરી મંદિર ખાતે આરતી કરવા પહોંચતાં તપાસ દરમિયાન ચાંદીના બંને મુગટ અને છત્ર ગાયબ હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં સાંજે આશરે સાત વાગ્યે ગ્રામજનો મંદિર ખાતે એકત્ર થયા હતા.

આ અંગે પૂજારી દેવચંદભાઈ જોષીએ તા. 19 ઓગસ્ટના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી. જેના આધારે શિહોરી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી સીસીટીવી ફૂટેજ તથા અન્ય સંભવિત પુરાવાના આધારે ચોરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયગાળામાં મંદિરમાંથી ભગવાનને અર્પણ કરાયેલી ચાંદીની વસ્તુઓની ચોરી થતાં ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ચોરી કરનારને વહેલી તકે ઝડપી પાડી ચાંદીના મુગટ અને છત્ર પરત મેળવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર