રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જૂન, 2025| Super Admin

ભાભર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ

ભાભર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ
મેરા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે સરપંચ બનવા માંગતા દાવેદારોનો ગ્રામ્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો દોર શરૂ બનાસકાંઠા જિલ્લામાં આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ભાભર તાલુકામાં 47 ગ્રામ પંચાયતો આવેલી છે જેમાંથી 23 પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. જ્યાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદારોનું શાસન ચાલતું હતું તેના કારણે વિકાસના કામોમાં પણ અવરોધ જોવા મળતો હતો. જેને લઈને આ ચૂંટણીની તારીખો જાહેર થઈ છે તેથી વહીવટદારોના શાસનનો અંત આવશે. હવે જે સરપંચ બનવાના દાવેદારો છે તેઓએ પણ કમર કશી છે અને ગ્રામ્ય વિસ્તારના અને સંગઠનના આગેવાનો જોડે બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. સરપંચની દાવેદારી કરવા માટે તેઓએ  રાજકીય લોબીગ પણ ચાલુ કરી દીધુ છે.જો કે 9 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તેથી આવનારા સમયમાં 23 પંચાયતોમાં કોણ દાવેદારી નોંધાવે છે.તે જાણવા મળશે પણ ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ અને ચહલ પહલ જોવા મળી રહી છે. કયા ગામોમાં ચૂંટણી ? તનવાડ, અબાળા, અબાસણા, અસાણા, બરવાળા, બેડા, ભીંમ બોરડી, ભોડાળીયા, ચિચોદરા, દેવકાપડી, કારેલા, ખારી પાલડી, ચેમ્બુઆ નવા, ચેમ્બુઆ જુના, તેતરવા, વડાણા,વડપગ, જાસનવાડા, ખડોશણ, ચાત્રા, મેશપુરા, સણવા અને લાડુલા ભાભરની ૨૩ ગ્રામ પંચાયતની ચુંટણીના ત્રીજા દિવસે સરપંચનું એક પણ ફોર્મ ન ભરાયું ચીચોદરા ગ્રામ પંચાયતના વોર્ડ માટે ૫ ફોર્મ ભરાયાં; ભાભર તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પણ ફોર્મ ભરવાના આજે ત્રીજા દિવસે સરપંચ પદના ઉમેદવારો માટે હજુ સુધી એક પણ ફોર્મ આવ્યું નથી.ભાભર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુંટણી અધિકારીઓ અને કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયા માટે ફરજ બજાવી રહ્યા છે પરંતુ ૨૩ ગ્રામ પંચાયતોમાંથી હજુ સુધી કોઈ ઉમેદવારી પત્ર ભરવા આવ્યું નથી.જો કે ભાભર તાલુકાની ચીચોદરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં વોર્ડ નંબર ૧,૨,૩,૪ અને ૮ માટે કુલ ૫ ઉમેદવારોએ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.

સંબંધિત સમાચાર