રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 નવેમ્બર, 2024| Super Admin

કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર

કુંભલમેર ગામે તળાવમાંથી ગુમ યુવકની લાશ મળી આવતાં ચકચાર
ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી અપાઇ યુવક બે દિવસ અગાઉ બાઇક લઈ નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક બે દિવસ અગાઉ બાઇક લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવકની કોઈ ભાળ મળી ન હતી અને ત્રીજા દિવસે ગામના તળાવમાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ કુંભલમેર ગામે પોતાના પરિવાર સાથે રહી મજૂરી કામ કરતો 32 વર્ષીય પ્રકાશજી અમરતજી ઠાકોર ગત તા.9 નવેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે કોઈને કહ્યા વિના બાઈક લઈને ક્યાંક નીકળી ગયો હતો. જોકે મોડી રાત્રી સુધી આ યુવક ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા તેની સગા વહાલા તેમજ સબંધીઓમા શોધખોળ કરવામાં આવી. તેમ છતાં આ ગુમ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે મંગળવારે ગામના તળાવમાં એક યુવકની લાશ જોવા મળતા ગામલોકો દોડી આવ્યા હતા અને મૃતકની ઓળખ કરતા તે બે દિવસ અગાઉ ગુમ થયેલ ગામનો પ્રકાશજી ઠાકોર હોવાનું માલુમ પડતાં મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને લાશનું પીએમ કરાવી મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર