ખોદકામને કારણે કાર પલ્ટી મારી ગઈ; કોઈ જાનહાનિ નહીં પરંતુ મોટું નુકસાન, તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ
ડીસા શહેરના અત્યંત ધમધમતા એવા વીરેન પાર્કથી માર્કેટયાર્ડને જોડતા માર્ગ પર હાલમાં ચાલી રહેલા રોડના કામકાજે વાહનચાલકો અને રહીશોની ઊંઘ ઉડાડી દીધી છે કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો કે સાઇનબોર્ડ મૂક્યા વિના જ આડેધડ ખોદકામ કરી દેવાતાં આ રોડ હવે અકસ્માત ઝોન બની ચૂક્યો છે.ગઈકાલે રાત્રિના સમયે સાંજના સમયે માર્કેટયાર્ડ તરફ જઈ રહેલી એક કાર આ આડેધડ કરાયેલા ખોદકામ અને માટીના ઢગલાના કારણે અચાનક સંતુલન ગુમાવતાં પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોનો બચાવ થયો હતો, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને કારચાલકને બહાર કાઢ્યો હતો કોન્ટ્રાકટર દ્વારા રસ્તા પર ખોદકામ કરાયું છે. ત્યાં રાત્રિના સમયે દેખાય તેવા રેડિયમ બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી. અધૂરા મુકેલા કામના કારણે એક તરફ વરસાદ પડતા કાદવ કીચડ થતા વાહચાલકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે. 





