રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જૂન, 2026| Super Admin

ડીસાના વરણમાં વાવાઝોડાનો કહેર: દીવાલ પડતા ૧નું મોત, ૨ ઇજાગ્રસ્ત

ડીસાના વરણમાં વાવાઝોડાનો કહેર: દીવાલ પડતા ૧નું મોત, ૨ ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જિલ્લામાં ગત મધરાત્રિએ અચાનક ત્રાટકેલા ભારે વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતમાં ડીસા તાલુકાના વરણ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, વરણ ગામના પરબતભાઇ દાનાભાઈ રબારીનો પરિવાર રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતો હતો. તે દરમિયાન જોરદાર પવન ફૂંકાવાને કારણે ઘરની દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાવાને કારણે પરબતભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે આ દુર્ઘટનામાં તેમના નાના ભાઈ અને ભત્રીજી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વરણ ગામના ચરમટા (રબારી) પરબતભાઈ દાનાભાઈનું માતુશ્રી જેબરબેનના બેસણાની વિધિ હજુ પૂર્ણ થાય ત્યાં જ પુત્રના નિધનથી પરિવારમાં આભ તૂટી પડ્યું છે. સમગ્ર વરણ પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

સંબંધિત સમાચાર