ચાણસ્મા માં જજૅરિત બનેલ મકાન નો સ્લેબ ધરાસાયી બનતા અફડા તફડી મચી

કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો; પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં રવિવારે જજૅરિત બનેલ મકાનનો સ્લેબ ધરાશાયી બનતાં અફડાતફડી મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચાણસ્મા શહેરમા આવેલ જેકણદાસ ના માઢમાં એક જજૅરિત બનેલ મકાનનો સ્લેબ રવિવારે અચાનક ધરાશાયી બન્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદની ઋતુમાં જો વધુ વરસાદના કારણે આ મકાન ધરાસાઈ થાય તો આજુબાજુના મકાનો ને પણ નુકસાન થાય તેમ હોય આ બાબતે આજુબાજુના રહેણાક મકાન માલિકોએ નગર પાલિકા ને જાણ કરતા નગર પાલિકા દ્વારા મકાન માલિક ને મકાન ઉતારી લેવાની નોટિસ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ટેગ્સ:#Chansma#Patan district#Emergency Response#Community Awareness#structural integrity#safety concerns#Property Damage#Dilapidated Structures#Local Municipality#Building Collapse#Rainy Season Risks
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
4 દિવસ પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
6 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
6 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 અઠવાડિયા પહેલા
