રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા11 જૂન, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા પંચાયતમાં ગોટાળા મામલે ઉગ્ર આક્રોશ: ગ્રામજનોનો પ્રાંત કચેરીએ હલ્લાબોલ

જુનાડીસા પંચાયતમાં ગોટાળા મામલે ઉગ્ર આક્રોશ: ગ્રામજનોનો પ્રાંત કચેરીએ હલ્લાબોલ

૧૫ વર્ષના વિકાસ કાર્યોના હિસાબ અને તટસ્થ તપાસની માંગ

બનાસકાંઠાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયતમાં થયેલા ગોટાળાના ગંભીર આક્ષેપોને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ગામના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિઓ સામે છેલ્લા ૬ દિવસથી યુવાન ગ્રામજનોના સમર્થનથી બેઠો છે. આમ છતાં, સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આજે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોએ ડીસા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચીને જોરદાર હલ્લાબોલ કર્યો હતો અને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું.​  ગ્રામજનોએ જણાવ્યું હતું કે​ છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા તમામ વિકાસ કાર્યોનો હિસાબ જાહેર કરવામાં આવે.તેમજ ગોટાળાની કોઈ નિષ્પક્ષ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે.​જેથી સરકારી નાણાંનો દુરુપયોગ કરનારા જવાબદારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય.

​મામલો ઉગ્ર બનતા ડીસા પ્રાંત અધિકારીએ ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી અને તેમને શાંત પાડ્યા હતા. પ્રાંત અધિકારીએ ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ગ્રામજનોની જે પણ માંગણીઓ છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરાશે અને તપાસ દરમિયાન જે લોકોએ પણ ખોટું કર્યું હશે અથવા ગોટાળા કર્યા હશે, તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.તંત્રના આશ્વાસન બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, પરંતુ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે તપાસ શરૂ નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. દરમ્યાન ભૂખ હડતાળ ઉપર ઉતરેલા યુવાનની તબિયત લથડતા અને વજન પણ ઘટી જતાં તેને સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડાયો હતો.જ્યાં સારવાર બાદ દાખલ થવાને બદલે તે ફરી ભૂખ હડતાળમાં જોડાઈ ગયો હતો.

ટેગ્સ:#Junadisa

સંબંધિત સમાચાર