રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 ઑગસ્ટ, 2026| Super Admin

દાંતીવાડા પાસે અકસ્માતમાં એકનું મોત; : દિયોદર કોર્ટનો હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

દાંતીવાડા પાસે અકસ્માતમાં એકનું મોત; : દિયોદર કોર્ટનો હત્યા કેસમાં બે આરોપીને આજીવન કેદ

દાંતીવાડા પાસે દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટાયું, અકસ્માતમાં એકનું મોત; 5 લોકો ઈજાગ્રસ્ત, દાંતીવાડા નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. ટેન્કર કયા કારણોસર ઇકો કાર પર પલટી ગયું અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્મતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટાયું.jpeg 2.23 MB
દિયોદર કોર્ટનો હત્યા કેસમાં મહત્વનો ચુકાદો: બે આરોપીને આજીવન કેદની સજા: દિયોદર કોર્ટ દ્વારા વર્ષ 2015ના હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મિત્રની હત્યાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2015માં ભરત રબારી નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ હતો. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કોર્ટે નરેન્દ્રસિંહ અને અજીતસિંહને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ આરોપીઓ વિરુદ્ધ હોવાનું ફરિયાદ પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા આ હત્યા કેસમાં કોર્ટના ચુકાદા બાદ મૃતકના પરિવારજનોને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


સંબંધિત સમાચાર