રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા16 ફેબ્રુઆરી, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા સર્વાઇકલ કેન્સર વેકસીનનો સાતમો કેમ્પ યોજાયો

રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા સર્વાઇકલ કેન્સર વેકસીનનો સાતમો કેમ્પ યોજાયો

રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા તા. 11.2.26 ના રોજ નિમ્સ સીટી સેન્ટર , ડીસા ખાતે સર્વાઇકલ કેન્સર માટેની એચપીવી વેકસીનનો 7 મો કેમ્પ યોજાયો હતો . જેમા 180 જેટલી બહેનોને વેકસીન આપવામાં  આવી હતી.  9 ડીસેમ્બરના રોજ જેમને પ્રથમ ડોઝ આપવામા આવ્યો હતો. તે બહેનોને આજે સેકન્ડ ડોઝ આપવામા આવ્યો હતો. રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા સ્વ. રોટે. ગીતાબેન પ્રવિણભાઇ વ્યાસની સ્મૃતિમાં કેન્સર અવેરનેશ માટેની એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.  ક્લબ પ્રેસીડેન્ટ રોટે ડો. અવની ઠકકર અને એમની ટીમ દ્વારા ચાલુ વર્ષમાં ૨૦૦૦ જેટલી વેકસીન રાહત દરે આપવાનું નિર્ધારિત કર્યું છે. રોટરી કલબ ડીસા ડીવાઇનના પ્રેસીડેન્ટ રોટે ડો.અવની ઠકકર દ્વારા ૨૦૦૦ ની માર્કેટ વેલ્યુની વેકસીન દાતાઓના સહયોગથી 500 રુપીયાના નજીવા દરે આપવામાં આવી રહી છે. ચાલુ રોટરી વર્ષમા રોટરી કલબ ડીસા ડીવાઇન દ્વારા આજે સાતમો કેમ્પ કરવામાં આવ્યો હતો. તેમજ આવનાર સમયમા પ્રતિ માસ કેમ્પ કરવાનુ આયોજન કરેલુ છે. ડો.અંકીત માળી અને રોટે ડો.હીરેન પટેલની ટીમ દ્વારા વેકસીન આપવામાં આવી હતી. નિમ્સ હોસ્પીટલના સ્ટાફ દ્વારા કેમ્પની વ્યવસ્થા સંભાળવામા આવી હતી .પાલનપુર ઇનરવેલ કલબના પ્રેસીડેન્ટ રેખાબેન અને 10 મેમ્બર્સએ આ કેમ્પમા હાજરી આપી હતી. ઇનરવેલ કલબ પાલનપુર દ્રારા રોટરી કલબ ડીસા ડીવાઇનના કેન્સર માટેના ઉમદા કાર્ય માટે રોટરી પ્રેસીડેન્ટ રોટે ડો. અવની ઠકકર, સેક્રેટરી રોટે ડો. નિકેતા ઠકકર, વેકસીનેટર ડો. અંકીત માળી, ડો.હીરેન પટેલનુ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ .આ કેમ્પને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન રોટે ડો .રીટા પટેલ , રોટે ડો.બીનલ માળી, રોટે બીનલ દેવડા તેમજ રોટે કીંજલ ઠકકર, રોટે ખુશ્બુ ઠકકર, રોટે માનસી વૈષ્ણવ, રોટે વીજેતાબેન, રોટે ડો.ધરતીએ મહેનત કરી હતી.      

સંબંધિત સમાચાર