રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા29 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસાના ખાતે રોટરી ક્લબ દ્વારા 'ઓપરેશન સિંદૂર' થીમ પર દેશ ભક્તિના રંગે ગરબાની રમઝટ

ડીસાના ખાતે રોટરી ક્લબ દ્વારા 'ઓપરેશન સિંદૂર' થીમ પર દેશ ભક્તિના રંગે ગરબાની રમઝટ

રોટરી ક્લબ દ્વારા ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં આ વખતે એક અનોખી અને દેશભક્તિના રંગે રંગાયેલી થીમ પર ગરબાની રમઝટ જામી હતી. આયોજકોએ ગરબા મહોત્સવને 'ઓપરેશન સિંદૂર' થીમ પર સજાવીને રાષ્ટ્ર પ્રેમ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો. આ નવરાત્રી મહોત્સવમાં ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' ગીત પર જ્યારે ગરબાની શરૂઆત થઈ, ત્યારે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના માહોલમાં તરબોળ થઈ ગયા હતા. ગરબે ઘૂમતા ખેલૈયાઓના ચહેરા પર ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ​મહોત્સવમાં પોલીસ પરીવારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. તેમણે દેશભક્તિના ગીતો પર, ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' ગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબા રમતા રમતા પરીવારોએ એકી અવાજે 'ભારત માતાકી જય' ના નારા લગાવીને સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. આ રીતે રોટરી ક્લબ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવ માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા, તે દેશભક્તિ અને સામાજિક સંદેશ આપતો એક યાદગાર ઉત્સવ બની રહ્યો હતો. આ અનોખા આયોજનને ડીસાના લોકોએ ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો હતો.    

સંબંધિત સમાચાર