રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
હવામાન| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાજસ્થાન; ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા શ્રીગંગાનગરમાં 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

રાજસ્થાન; ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા શ્રીગંગાનગરમાં 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

રાજસ્થાનમાં ભારે ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્ય વર્સો પછી આટલી ભારે ગરમીનો અનુભવ કરી રહ્યું છે. રાજસ્થાન હાલમાં દેશમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી વધુ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયપુરના હવામાન કેન્દ્ર અનુસાર, ગંગાનગરમાં મહત્તમ તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 7.9 ડિગ્રી વધુ છે. 14 જૂન, 1934 ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. https://twitter.com/Indiametdept/status/1933534057435906477 રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચુરુમાં મહત્તમ તાપમાન 47.6 ડિગ્રી, જેસલમેરમાં 46.9 ડિગ્રી, બિકાનેરમાં 46.4 ડિગ્રી, જોધપુરમાં 46.3 ડિગ્રી, ફલોદી અને બાડમેરમાં 46.2 ડિગ્રી, પિલાનીમાં 45.4 ડિગ્રી, લુંકરનસરમાં 45.2 ડિગ્રી, પાલી અને ફતેહપુરમાં 45 ડિગ્રી, ચિત્તોડગઢમાં 44.9 ડિગ્રી, સંગારિયામાં 44.6 ડિગ્રી, ઝુનઝુનુમાં 44.5 ડિગ્રી, નાગૌરમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે રાજધાની જયપુરમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર