રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

રાજ રમત અને કાવાદાવા શરૂ; ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા વોર્ડ સભ્યોના રાતોરાત ભાવ ઊંચકાયા

રાજ રમત અને કાવાદાવા શરૂ; ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા વોર્ડ સભ્યોના રાતોરાત ભાવ ઊંચકાયા
ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસામાં ફરી એક વાર રાજકીય ગરમાવા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયો બનાસકાંઠા જિલ્લામાં 303 ગ્રામ પંચાયતની સામાન્ય અને 19 ની પેટા ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે.વિજેતા સરપંચોના સન્માન અને ધાર્મિક પ્રવાસો ચાલી રહ્યા છે. તે વચ્ચે હવે દરેક ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ બનવા માટે દાવેદારોની દોડધામ શરૂ થઈ ગઈ છે.સરપંચ પછીનું આ મહત્વનું પદ મેળવવા માટે ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટેની તંત્ર દ્વારા નોટિસ પ્રસિદ્ધ થાય એ અગાઉ જ રાજ રમતો અને કાવાદાવા દરેક ગામોમાં થઈ રહ્યા છે. સરપંચની ચૂંટણીમાં વિજય કે પરાજય થયા બાદ ડેપ્યુટી સરપંચ પોતાની પેનલનો બનાવવા માટે ક્યાંક મથામણ ચાલી રહી છે તો વળી ક્યાંક શક્તિ પ્રદર્શન થકી પોતાના સમાજના સભ્યો વધારે હોય અથવા પોતાના કહ્યાગરા સભ્યો વધારે હોય એ લોકો પોતાને ડેપ્યુટી સરપંચ બનાવવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. આમ સામાન્ય રીતે પંચાયતના સભ્યો ચૂંટણી પૂરતા જ એક્ટિવ હોય છે. પછીના પાંચ વર્ષ સુધી તેઓ ભાવમાં રહેતા હોતા નથી. કારણ કે ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ અને તલાટી બન્ને ભેગા મળીને કરી લેતા હોય છે. જો કોઈ જાગૃત સભ્ય હોય તો ઠીક છે બાકી તો 'રામા રાજ અને પ્રજા સુખી' એવો ઘાટ ઘડાય છે. મહિલા સરપંચના પતિ દેવો ગ્રામ પંચાયતનો બધો જ વહીવટ તલાટીને સાથે રાખીને કરતા હશે એ આપણે બધા દેખીશું પણ હાલ ડેપ્યુટી સરપંચની ચૂંટણી નજીક હોવાથી રાતોરાત દરેક સભ્યોનો ભાવ આવ્યો છે એ સનાતન સત્ય છે.જેને લઈ  ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં ગરમાવા સાથે ઉત્તેજના છવાઈ છે. ચૂંટણીમાં ખુલ્લું મતદાન થાય છે; ડેપ્યુટી સરપંચની ચૂંટણી ખુલ્લા મતદાન દ્વારા એટલે કે આંગળી ઊંચી કરીને થાય છે.સભાનું અધ્યક્ષ સ્થાન જો સરપંચે સંભાળ્યું ન હોય તો તે પણ વોટ આપી શકે છે. તે અગાઉ સભ્યોએ નિયત અધિકારી પાસે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ઉભા રહેવાની દાવેદારી નોંધાવવાની હોય છે. ડે. સરપંચને વિશેષ અધિકાર નથી; ગામડાઓમાં ડેપ્યુટી સરપંચ પણ એક મોભાદાર પદ ગણાય છે પણ ડેપ્યુટી સરપંચને બીજા સભ્યોથી વિશેષ કોઈ અધિકાર હોતા નથી. માત્ર સરપંચ લાંબી રજા ઉપર જાય અથવા સરપંચની બેઠક કોઈ કારણોસર ખાલી પડે તે સંજોગોમાં સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને મળે છે. ડે. સરપંચની ચૂંટણી ક્યારે થશે; સામાન્ય રીતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોના નામ કલમ ૧૫ હેઠળ પ્રસિધ્ધ કરવામાં આવે તે તારીખથી ચાર અઠવાડિયાની અંદર ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે પહેલી બેઠક બોલાવવાની હોય છે અને આ માટેની તારીખ દરેક તાલુકા વિકાસ અધિકારી જાહેર કરે છે.પણ જિલ્લા વહીવટી તંત્ર ચોમાસુ અને અન્ય કામોના ભારણને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી સત્વરે આટોપવા માંગે છે. તેથી ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થશે.તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર