બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના નેસડા ગામની સીમમાંથી પોલીસે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા છે. ભીલડી પોલીસે આ કાર્યવાહી દરમિયાન ₹2,050 રોકડા અને ગંજીપાના જપ્ત કર્યા હતા.ભીલડી પોલીસને જુના નેસડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમાતો હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચારેય જુગારીઓને પોલીસે ઘેરીને પકડી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓમાં જુના નેસડાના શ્રવણજી રાઠોડ, તાલેગંજના અશોક, તેમજ બલોધરના ધર્માજી ઠાકોર અને પસાજી ઠાકોરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹2,050ની રોકડ રકમ અને જુગાર રમવામાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપાના કબ્જે કર્યા છે. ભીલડી પોલીસે આ ચારેય ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- હોમ
- /ઉત્તર ગુજરાત
- /ડીસાના જુના નેસડામાં 4 જુગારી ઝડપાયા
ડીસાના જુના નેસડામાં 4 જુગારી ઝડપાયા

સંબંધિત સમાચાર
ઉત્તર ગુજરાતથરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅંબાજી શક્તિપીઠમાં રાત્રિ પૂજા પર માત્ર ગણતરીના ટ્રસ્ટોનો જ હક કેમ? સમાન તક આપવા હાઈકોર્ટમાં અરજી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતડીસાના ભોયણમાં વીજકર્મીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
1 મહિના પહેલા
ઉત્તર ગુજરાતઅમીરગઢમાં પાલનપુર-આબુ હાઇવે પર મૃતદેહ લઈ જતી રાજસ્થાનની એમ્બ્યુલન્સનો અકસ્માત
1 મહિના પહેલા
