આગામી તારીખ ૨૬ એપ્રિલ ના રોજ પાટણ જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે પૂણૅ થાય તે માટે પાટણ જિલ્લા પોલીસવડા વી.કે.નાયીની આગેવાનીમાં પાટણ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ વડા દ્વારા ૪ ડીવાયએસપી, ૨૩ પી.આઈ, ૫૭ પીએસઆઈ, ૧૧૦૮ પોલીસ, ૧૫૬૪ જીઆરડી- હોમગાર્ડના સભ્યો, ૧૪૭ બોડી વૉર્ન કેમરા, ૨ પ્લાટુન SRPF, ૧૬-QRT અને ૭૭ પોલીસ મોબાઈલ વાહન અને ૧૦૦ કરતા વધારે વિડિયોગ્રાફર સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના તમામ નાગરિકો ભયમુકત અને પારદર્શક રીતે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરે એવી પાટણ જિલ્લા પોલીસ દ્વારા કટિબદ્ધતા વ્યકત કરવામાં આવી છે.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
10 કલાક પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
10 કલાક પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
1 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
1 દિવસ પહેલા
