રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા29 એપ્રિલ, 2026| Super Admin

પાલનપુર : ઢાળવાસની સોની બજારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી

પાલનપુર : ઢાળવાસની સોની બજારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી

પાલનપુર શહેરના અત્યંત વ્યસ્ત અને સાંકડી ગલીઓ ધરાવતા ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારની એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સોના-ચાંદીના દાગીનાના શોરૂમ્સ અને વેપારી મથકોથી ધમધમતા આ વિસ્તારમાં આગ લાગતા જ આસપાસના દુકાનદારો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પાલનપુર ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી આગ વધુ પ્રસરે નહીં અને મોટી જાનહાનિ ટાળી શકાય. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર