બનાસ સિવિલમાં સફળ સ્પાઇન સર્જરીથી યુવક સ્વસ્થ
રાજસ્થાનના મંડાર ગામના 32 વર્ષીય વિષ્ણુકુમાર, જે કડિયા કામના વ્યવસાય સાથે જોડાયેલ છે, તેઓ 16 માર્ચના રોજ પોતાના ગામમાં મકાનના ચણતર દરમિયાન આશરે 15 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને કમર, ગરદન અને હાથના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા હતા.
પ્રાથમિક સારવાર માટે તેમને પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં એક્સ-રે સહિતના રિપોર્ટમાં કમરના મણકાનું ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું. ડોક્ટરોએ સર્જરી માટે વધુ ખર્ચ થશે તેવું જણાવતા બીજા જ દિવસે પરિવારજનોએ તેમને પાલનપુર સ્થિત આધુનિક બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં ખસેડ્યા. દર્દીની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. અહીં નવા સીટીસ્કેન અને એક્સ-રે રિપોર્ટમાં કમરના ભાગે મોટું ફ્રેક્ચર, ગરદનના C1-C2 વર્ટિબ્રામાં ગંભીર ઈજા તેમજ હાથના ડિસ્ટલ એન્ડ રેડિયસમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું.
દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો. પરિવારજનોની સહમતી બાદ તબીબોની ટીમે જટિલ ઓપરેશન હાથ ધર્યું. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડૉ. ધવલ પ્રજાપતિ, ડૉ. નવેન્દુ રાજન, ડૉ. નરેશ ચૌધરી અને ડૉ. પ્રશાંત મોદી સહિતની ટીમે સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. એનેસ્થેસિયા ટીમમાં ડૉ. દીપક મંગલ, ડૉ. શ્રેયા મોદી અને ડૉ. કૌશલ્યા રાઠોડે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.લગભગ 3 કલાક ચાલેલી આ જટિલ સર્જરી દરમિયાન આધુનિક ટેક્નોલોજી અને ચોકસાઈથી તૂટેલા મણકાઓને સ્થિર કરી જરૂરી ઇમ્પ્લાન્ટ્સ મુકવામાં આવ્યા, જેથી સ્પાઇન મજબૂત બની શકે. સૌથી મહત્વની વાત એ રહી કે સમગ્ર ઓપરેશન દરમિયાન અને બાદમાં કોઈપણ જટિલતા નોંધાઈ નહોતી.
ઓપરેશન બાદ દર્દીને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા અને યોગ્ય દવાઓ સાથે ફિઝિયોથેરાપી આપવામાં આવી. સર્જરી પછીના ત્રીજા જ દિવસે દર્દી સહાયથી ઉભા રહી ચાલવા લાગ્યા, જ્યારે પાંચમા દિવસે તેમની તબિયત સ્થિર થઈ. અંતે દસ દિવસની સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી.દર્દી અને તેમના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પાલનપુર ખાતે બનાસના પશુપાલકોના આર્થિક સહકારથી નિર્માણ પામેલી બનાસ જનરલ સિવિલ





