રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 જાન્યુઆરી, 2025| Super Admin

ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસાના આપનાર વેપારીને એક વર્ષની કેદ

ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ પૈસાના આપનાર વેપારીને એક વર્ષની કેદ
વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા ડીસા કોર્ટે સજા ફટકારી: ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઈ સ્થાનિક વેપારીએ પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્થાનિક વેપારીને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 2.81 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ત્રણ હનુમાન રોડ પર પિતૃકૃપાં કોમ્પ્લેક્સમાં મેં.હિતેન્દ્ર કુમાર એન્ડ કંપની નામની પેઢી ધરાવતા સુખદેવભાઈ વક્તાજી ગેલોત બટાકાનો વેપાર કરવાનું કામ કરે છે.જેમાં ડીસા તાલુકાના દામા (ઠાકોરવાસ) ખાતે રહેતા અને બટાકાનો વેપાર કરતાં જીવરાજભાઈ લચ્છાજી કચ્છવા પણ બટાકાનો વેપાર કરતા હોઈ વર્ષ 2020 માં કુલ બે વખત મળી રૂા.2, 81,600/- ના બટાકા ખરીદયાં હતાં. તે પેટે  તેમણે ડીસા નાગરિક બેંકનો ચેક મોકલ્યો હતો. સદર ચેક સુખદેવભાઈએ ખાતામાં ભરતા જીવરાજભાઈના ખાતામાં બેલેન્સ ન હોઈ  પરત કરી દેવાયો હતો. જેથી જીવરાજભાઈને નોટિસ આપવામાં આવતા તે પણ સ્વીકારી નહોતી. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય.એન.પટેલે ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઈ ગેલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી જીવરાજભાઈ લચ્છાજી કચ્છવાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને રૂ.2,81,000 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત આરોપી ચુકાદા સમયે હાજર ન હોઈ તેનું પકડ વોરન્ટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો.

સંબંધિત સમાચાર