રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા નજીક બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

જુનાડીસા નજીક બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ
પાટણ ખનીજ વિભાગની ટીમે રૂ 1.50.કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો.. બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીમાં ખનીજ ચોરીની ફરિયાદો અવારનવાર થતી હોય છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક વખત રેડો કરી કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલ કરેલ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ડીસાના જુનાડીસા ગામ પાસે આવેલ બનાસ નદીમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદ ગાંધીનગર ખનીજ વિભાગમા થતા ગાંધીનગર ખનીજ વિભાગે પાટણ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી મહર્ષિ વ્યાસને તપાસ સોંપી હતી. જેથી પાટણ ખનીજ વિભાગની ટીમે વહેલી સવારે જુનાડીસા ગામ પાસે બનાસ નદીમાં તપાસ હાથ ધરતા એક હિટાચી મશીન વડે સાદી રેતીની ખનીજ ચોરી થઈ રહી હતી. અને બે ડમ્પરો રેતી ભરવા આવેલા મળી આવેલ. જેથી ખનીજ વિભાગે એક મશીન અને બે ડમ્પરો કબજે લઈ ગેરકાયદેસર ખનન થયેલ જમીનની માપણી કરી અંદાજિત રૂપિયા દોઢ કરોડનો મુદ્દામાલ હાલ કબજે કરેલ અને દંડનીય કાર્યવાહી માટેની કાર્યવાહી હાથ ધરેલ. જો કે જુનાડીસા પાસે ખનીજ ચોરીને લઈને છેલ્લા 15 દિવસથી ગ્રામજનો અને લિઝ ધારકો વચ્ચે ધમાસણ ચાલી રહ્યું છે. ગત મોડી રાત્રે ડીસા ગ્રામ્ય મામલતદારે પણ જુનાડીસા પાસેથી રેતી ભરીને આવતા વાહનોની તપાસ હાથ ધરી હતી. ગ્રામજનોની ફરિયાદના આધારે હવે સ્થાનિક ખનીજ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખનીજ વિભાગ ખનીજ ચોરી ઝડપવામાં સક્રિય; બનાસકાંઠા ખાણ- ખનીજ વિભાગ દ્વારા અનેક વખત ખનીજ ચોરી કરતા મશીન અને ડમ્પરો ઝડપી પાડેલ છે. અગાઉ આખોલ,જુનાડીસા, છત્રાલા, રાણપુર, ભડથ, અરણીવાડામાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી.ત્યારે જુનાડીસામા ખનીજ ચોરીની ફરિયાદોને લઈને સ્થાનિક ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ખનીજ ચોરો સક્રિય હોઈ અધિકારીઓ પહોંચે તે પહેલા ભાગી જવામાં સફળ રહ્યા હતા પણ અનેક વખત ખનીજ ચોરીના વાહનો ઝડપાઇ ચુક્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર