રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2026| Super Admin

કાંકરેજ સંઘની ચૂંટણી: ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

કાંકરેજ સંઘની ચૂંટણી: ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ધી કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીની અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે સહકારી આગેવાન અમરતભાઈ રામાભાઈ દેસાઈ તથા વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ છત્રસિંહ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના બુકોલી ગામના વતની અમરતભાઈ દેસાઈ વર્ષોથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. સંઘના 15 ડિરેક્ટરો માટે ભાજપ.દ્વારા  મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આજે

તા. 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે શિહોરી સ્થિત સંઘની કચેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચેરમેન પદ માટે અમરતભાઈ દેસાઈના નામની દરખાસ્ત કલાભાઈ ખેતાભાઈ પટેલે કરી હતી, જેને ભરતકુમાર રતિલાલ શાહે ટેકો આપ્યો હતો. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે કરણસિંહ વાઘેલાના નામની દરખાસ્ત અમરસિંહ મફાજી સોલંકીએ કરી હતી અને માંડણભાઈ ભેમાભાઈ પટેલે ટેકો આપ્યો હતો. બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારી ન હોવાથી ઉપસ્થિત ડિરેક્ટરોએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. ત્યારબાદ અમરતભાઈ દેસાઈની ચેરમેન તરીકે તથા કરણસિંહ વાઘેલાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.

બિનહરીફ વરણી બાદ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનનું ફૂલહાર પહેરાવી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, સહકારી આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી બંને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરો તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને હોદ્દેદારોની બિનહરીફ વરણીને પગલે કાંકરેજ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સંકળાયેલા આગેવાનો અને કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સંબંધિત સમાચાર