બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની તીવ્રતા જોઈને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરની રાહ જોયા વિના જીવના જોખમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સ્તરે ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે આગને સમયસર કાબૂમાં ન લઈ શકાઈ, જેના લીધે ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર સામે ફાયર સુવિધાના અભાવ મુદ્દે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઈકબાલગઢ: ભંગારના ગોડાઉનમાં આગ, ફાયર સુવિધા ન મળતા ભારે નુકસાન

ટેગ્સ:#Iqbalgarh
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામ તાલુકાના હજારો ખેડૂતો કિસાન આંદોલનમાં જોડાશે: સરકાર સામે ઉગ્ર રોષ
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ ખોડા વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી પોલીસની મોટી કાર્યવાહી: ૪ ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો
1 દિવસ પહેલા
