રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રમતગમત2 ફેબ્રુઆરી, 2025| Super Admin

ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું

ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું
ભારતની મહિલા અન્ડર-19 ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો અને સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આ જીતે ભારતીય ક્રિકેટને વધુ ગૌરવ અપાવ્યું છે, અને બતાવે છે કે મહિલા ક્રિકેટના ક્ષેત્રમાં ભારત સતત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ એકતરફી રીતે જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ગત વખતે ફાઈનલમાં ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમને હરાવી હતી. ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરી 2025 ના રોજ રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દક્ષિણ આફ્રિકાને 09 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 83 રનના ટાર્ગેટને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો. ભારતીય બોલરોએ પ્રથમ બોલિંગ કરીને દક્ષિણ આફ્રિકાને માત્ર 82 રનમાં જ રોકી દીધું હતું. ત્યારબાદ ભારતીય બેટ્સમેનોએ આ લક્ષ્ય માત્ર 11.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધું હતું અને ફાઈનલ જીત્યા બાદ આખા દેશને આ યુવા મહિલા ખેલાડીઓ પર ગર્વ છે. આ ટુર્નામેન્ટમાં રમાયેલી તમામ મેચો મહિલા ટીમે જીતી હતી. યુવા ખેલાડીઓ માટે પ્રેરણા; ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં તેની મજબૂત શરૂઆતથી લઈને ફાઈનલ સુધીની સફર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાની આ સફર ભારતીય ક્રિકેટ માટે મહત્વની સિદ્ધિ છે. આ જીત માત્ર ટીમની મહેનતનું પરિણામ નથી, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટના ભવિષ્ય માટે સુવર્ણ સંકેત પણ છે. ભારતની મહિલા અન્ડર-19 ટીમની આ સફળતા યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. ગત વખતે ભારતીય મહિલા ટીમે શેફાલી વર્માની કપ્તાનીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

સંબંધિત સમાચાર