પાટણ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમને વર્ષ-2025 માં કુલ 18,564 ઇમરજન્સી કેસ મળ્યા

પાટણ જિલ્લામાં 1 વર્ષમાં 196 પ્રસૂતાઓની એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી થઈ
પાટણ જિલ્લામાં વર્ષ- 2025 ના અંત સુધીમાં 108 એમ્બ્યુલન્સની ટીમને કુલ 18,564 ઇમરજન્સી કેસ મળ્યા છે. હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં ગંભીર સ્થિતિ સર્જાતાં એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા કુશળતાપૂર્વક 196 પ્રસૃતા મહિલાઓની સફળ ડિલિવરી વાહનમાં જ કરાવવામાં આવી છે. પાટણ જિલ્લામાં નોંધાયેલા કુલ કેસોમાં સિંહફાળો ગર્ભાવસ્થા સંબંધિત કેસોનો રહ્યો છે. કુલ 6,351 મહિલાઓને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 ની મદદ લેવામાં આવી હતી.અંતરિયાળ ગામડાઓ અને ટ્રાફિક વચ્ચે ઘણીવાર હોસ્પિટલ પહોંચવું અશક્ય હોય છે, ત્યારે 108ના EMT અને પાયલોટે પોતાની સૂઝબૂઝથી એમ્બ્યુલન્સને જ લેબર રૂમમાં ફેરવી 196 માસૂમોની કિલકારી ગુંજવી માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા છે.માત્ર ડિલિવરી જ નહીં પણ જિલ્લામાં વાહન અકસ્માતના 2,702 અને અન્ય ઇજાના 2,370 કેસમાં લોહીલુહાણ હાલતમાં દર્દીઓને નવી જિંદગી મળી છે.
આ ઉપરાંત શ્વાસની તકલીફના 1,310, હૃદય રોગના 973 અને ઝેર ગટગટાવવાના 350 કિસ્સામાં 108ની ટીમે સ્થળ પર પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.પેટના દુખાવાના 1,554 અને હાઈ ફીવરના 496 કેસમાં પણ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.પાટણ જિલ્લા 108 હેડ બળદેવભાઈ રબારી અને EMRI નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની જનતા માટે 108 એમ્બ્યુલન્સ હવે ભરોસાનું બીજું નામ બની ગઈ છે.જિલ્લામાં વર્ષ દરમિયાન અનેક લોકોને 108 ટીમે ઇમરજન્સી સેવા આપી નવજીવન બક્ષ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
18 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
18 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
