રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

હિંમતનગરમાં આચારસંહિતાનો અમલ શરૂ : સરકારી વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં રાજકીય પ્રતિબંધોના બોર્ડ લાગ્યા

હિંમતનગરમાં આચારસંહિતાનો અમલ શરૂ : સરકારી વિશ્રામગૃહ અને સર્કિટ હાઉસમાં રાજકીય પ્રતિબંધોના બોર્ડ લાગ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન માટે સરકારી વિશ્રામગૃહોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હિંમતનગરમાં શહેરના મધ્યમાં આવેલા વિશ્રામગૃહ તેમજ હિંમતનગર-વિજાપુર-ઇડર બાયપાસ રોડ પરના નવા સર્કિટ હાઉસ ખાતે આદર્શ આચારસંહિતાના અમલ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે.

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો અને આઠ તાલુકા પંચાયતની 170 બેઠકો માટે કુલ 1210 મતદાન મથકો પર 9,17,047 મતદારો EVM દ્વારા મતદાન કરશે.

નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 88 મતદાન મથકો પર 72,741 મતદારો, ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 26 મતદાન મથકો પર 25,532 મતદારો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં 19 મતદાન મથકો પર 16,087 મતદારો મતદાન કરશે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 મતદાન મથકો પર 3,616 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર