રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
સાબરકાંઠા11 જૂન, 2026| Super Admin

ઈડરથી ‘પ્રગતિ પથયાત્રા’નો ભવ્ય પ્રારંભ: સાંસદ શોભનાબેન બારૈયાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી

ઈડરથી ‘પ્રગતિ પથયાત્રા’નો ભવ્ય પ્રારંભ: સાંસદ શોભનાબેન બારૈયાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈડર ખાતેથી પ્રગતિ પથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં આ વિકાસયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. આજે સવારે 9:00 કલાકે તમામ મહાનુભાવો ઈડરના પાવાપુરી જૈન મંદિર ખાતે પહોંચ્યા હતા. અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રગતિપથ યાત્રા નિમિત્તે મહાનુભાવો, અધિકારીઓ અને આગેવાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

પાવાપુરી જલ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમ બાદ રાણી તળાવ, ઈડર ખાતેથી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, રમીલાબેન બારા, ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા અને ઈડર નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. વિકાસલક્ષી યોજનાઓ અને સરકારની જનકલ્યાણકારી પ્રવૃત્તિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ યાત્રા યોજાઈ હતી. જેમાં નગરજનો, વિદ્યાર્થીઓ, ભાજપના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, સહકારી આગેવાનો તેમજ સરકારી અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પ્રગતિપથ યાત્રા દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ, વિકાસ કાર્યો, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રની સિદ્ધિઓ તેમજ જનભાગીદારી આધારિત વિકાસ મોડલ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. યાત્રાએ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને વિકાસના કાર્યોની માહિતી આપી. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, રમીલાબેન બારા, ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, રાજેશભાઈ પરમાર, રાજુભાઈ પટેલ (રતનપુર), ઈડર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જીનલ સગર, ઉપપ્રમુખ વિનોદભાઈ પરમાર, ઈડર શહેર ભાજપ પ્રમુખ કુણાલ કંસારા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ અને પાવાપુરી જલ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઈ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર, ઈડર પ્રાંત અધિકારી રોનક પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર જૈમિન ચૌધરી, તાલુકા શિક્ષણ અધિકારી જયેશભાઈ તેમજ મામલતદાર પૂજા જોષી હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસના કાર્યોમાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો અને નગરજનોએ ભાગ લઈ આ યાત્રાને સફળ બનાવી હતી.

સંબંધિત સમાચાર