રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
સાબરકાંઠા22 ઑગસ્ટ, 2026| Super Admin

મેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય

મેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય

અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના ઉમદા સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભુખ ભીખાજી ઠાકોર સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વનવિસ્તારના વિસ્તરણ માટે ચાલુ વર્ષે ૩૫ લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે અને 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત પણ વ્યાપક વૃક્ષારોપણ થઈ રહ્યું છે; વન મહોત્સવ માત્ર વાવેતર પૂરતો સીમિત ન રહેતાં વાવેલા રોપાનું યોગ્ય જતન અને સંવર્ધન થાય તે માટે લોકભાગીદારી અનિવાર્ય છે.

જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે વધતા પ્રદૂષણ, જળસંકટ અને આબોહવા પરિવર્તન સામે વૃક્ષારોપણને સૌથી અસરકારક ઉપાય ગણાવી 'વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો'ના મંત્ર સાથે સૌને હરિયાળી ક્રાંતિમાં જોડાવવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, કેવડિયા વિભાગ SOUADTGA ના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ના (IFS), સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. ડી.એફ. ગઢવી (IFS), અરવલ્લી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રીકાન્ત કેલગંદ્રે (IFS), જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર