રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

ગમખ્વાર અકસ્માત; જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં એક નું મોત

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર કાંકરોલ નજીક સ્વામીનારાયણ મંદિર સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા જીપડાલાએ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના રામપુર (ગાંભોઈ)ના રહેવાસી પતિ પત્ની બાઈક પર હિંમતનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જીપડાલા ચાલકે પૂરઝડપે વાહન હંકારીને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બાઈક ઘસડાયું અને દંપતી રોડ પર પટકાયા હતા. જીપડાલું બાઈક પર ચઢી ગયું હતું. મહિલાને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાઈક ચાલકને પણ ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જીપડાલાને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર