રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા દક્ષિણ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ડીસા દક્ષિણ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાલનપુરને મોટી સફળતા મળી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા પાટણના રાજપુરના શખ્સને LCBની ટીમે ભોપાનગર ચારરસ્તા પાસેથી દબોચી લીધો છે. ​સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ​પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના ગુના ના કામે વોન્ટેડ આરોપી દિપાજી ધારસંગજી ઠાકોર (રહે.રાજપુર, ઠાકોરવાસ, તા.જી.પાટણ) ને ભોપાનગર ચારરસ્તા પાસેથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી ​પાડી આગળની કાયદેસર કાર્યવાહી અને તપાસ અર્થે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર